Home Movie Review વેબ સીરિઝ રિવ્યૂઃ મેડ ઈન હેવન 2

વેબ સીરિઝ રિવ્યૂઃ મેડ ઈન હેવન 2

એક્ટરઃ શોભિતા ધુલિપાલા, અર્જુન માથુર, જિમ સરભ, કલ્કિ કેકલા, શશાંક અરોરા, મોના સિંહ, શિવાની રઘુવંશી
ડિરેક્ટરઃ ઝોયા અખ્તર, રીમા કાગતી, નીરજ ધ્યાવન, અલંકૃતા શ્રીવાસ્તવ, નિત્યા મહેરા
શ્રેણીઃ હિંદી, ડ્રામા, રોમાન્સ
રેટિંગઃ 4/5

ટાઈગર શ્રોફને મળી નવી ‘દિશા’! દોઢ વર્ષથી બંને રિલેશનશીપમાં, પરિવારને પણ છે જાણ

રિકેપ
‘મેડ ઈન હેવન 2’ની કહાણીની શરૂઆત ગત સીઝનને યાદ કરાવતા થાય છે. ગત વખતે દર્શકોએ જોયું હતું કે, કેવી રીતે તારા (શોભિતા ધુલિપાલા) અને તેનો પતિ (જિમ સરભ) વચ્ચે અંતર આવી ગયું છે. આ વખતે જોવા મળશે કે તેમના સંબંધો ડિવોર્સના વળાંક પર છે. તો કરણ મહેરાએ (અર્જુન માથુર) LGBTQના અધિકારો માટે અવાજ ઉઠાવ્યો હતો. તે હજી પણ ગે હોવાના કારણે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. સમાજ તો છોડો, તેની પોતાની મા પણ સમજી શકતી નથી. ગત વખતે કરણે સેક્સુઅલ રિલેશનશિપના કારણે જેલ જવુ પડ્યું હતું. સમાજની ખરાબ નજરથી તે એટલી હદે તૂટી ગયો હતો કે પોતાની સામે જોઈ શકતો નહોતો. તો ‘મેડ ઈન હેવન’ કંપનીમાં કામ કરનારી જસપ્રીત એટલે કે જેસ કૌરે (શિવાની રઘુવંશી) ભાઈને ડ્રગ્સની લત દૂર કરાવવા માટે નશા મુક્તિ કેન્દ્ર મોકલી દીધો છે. આ રીતે ઘણા મોટા મોટા લગ્ન અને પરિવારની પોલ ખોલનારી સીરિઝ નવા વળાંક પર આવી ગઈ છે.

‘મેડ ઈન હેવન 2’ની કહાણી
‘મેડ ઈન હેવન 2’ની શરૂઆત થઈ તારાના નવા અવતારથી. તે તારા જેણે પતિથી અલગ થઈને કરણ સાથે નવી રીતે ‘મેડ ઈન હેવન’ કંપનીને ચલાવવાનું શરૂ કરી દીધું છે. દેવા અને અન્ય કારણથી તેણે પોતાની કંપનીના 10 ટકા શેર જૌહરીને (વિજય રાજ) આપી દીધા છે. જૌહરીની પત્ની મોના સિંહ પૂરી રીતે તેમના કામમાં સામેલ છે. દરેક એપિસોડમાં એક લગ્ન થાય છે. આ માટે દિયા મિર્ઝા, મૃણાલ ઠાકુર, શિબાની દાંડેકર, પુલકિત સમ્રાટ, સમીર સોની, વિક્રાંત મેસીથી લઈને નિલમ કોઠારી અને સંજય કપૂર જેવા સ્ટાર્સ જોવા મળે છે. પરંતુ કહાણી ગત જૂના પાત્રોની આસપાસ ફરે છે.

‘મારું બાળપણનું સપનું સાકાર થયું’, નવો ડોન બનીને સાતમા આસમાને રણવીર સિંહ, ફેન્સનો માગ્યો સાથ

‘મેડ ઈન હેવન 2’ રિવ્યૂ
આશરે પાંચ વર્ષ બાદ મેકર્સ ‘મેડ ઈન હેવન 2’ લઈને આવ્યા છે. આટલા લાંબા અંતર બાદ પણ એક્ટર્સ પોતાના પાત્રોને બિલકુલ એ જ રીતે વળગી રહ્યા છે જે પહેલા કર્યું હતું. તે પછી લૂકની વાત હોય કે એક્સપ્રેશનની. આટલા સમય બાદ સીરિઝને લાવવી અને તે જ અંદાજમાં યથાવત્ રાખવી, એક્ટર્સની સાથે ડિરેક્ટર્સ માટે પણ મુશ્કેલ હોય છે. પરંતુ શોભિતા, અર્જુન, જિમ, શિવા રઘુવંશી જેવા કલાકારોની ટીમ તેને સારી રીતે રજૂ કરવામાં સફળ રહ્યા છે. આ વખતે મોના સિંહે ‘મેડ ઈન હેવન 2’માં ગરમ મસાલા જેવું કામ કર્યું છે. તેની પોતાની પણ એક કહાણી છે.

‘મેડ ઈન હેવન 2’ના મેકર્સે સીરિઝની થીમને સહેજ પણ આડાઅવળી થવા દીધી નથી. તેમણે ફરીથી એકવાર સમાજના ચહેરાને એક્સપોઝ કર્યો છે. સાત એપિસોડની આ સીરિઝમાં બોલિવુડ પરિવાર, દલિત પરિવારના લગ્ન તો અમીર લગ્નથી લઈને ગે વેડિંગનો અંદાજ, પરેશાની, સુંદરતા સહિતની ઘણી ક્ષણો દેખાડી છે. ‘મેડ ઈન હેવન 2’ને બનાવનારી બે દમદાર ફિલ્મમેકર છે રીમા કાગતી અને ઝોયા અખ્તર. તેમનો અનુભવ અને સમજ સાતેય એપિસોડમાં જોવા મળે છે. દરેક એપિસોડને અલગ ડિરેક્ટરે ડિરેક્ટ કરી છે, જેમ કે નીરજ ધ્યાવન, અલંકૃતા શ્રીવાસ્તવ, નિત્યા મહેરા, ઝોયા અને રીમા. આ ટીમની ખાસિયત એ હતી કે, તેમણે વેબ સીરિઝમાં કોઈ પ્રકારની બૂમાબૂમ રાખી નથી. ખૂબ જ સરળ રીતે લગ્નનો કોન્સેપ્ટ લીધો છે અને તેના દ્વારા સમાજની બારીકાઈને દેખાડી છે. એક્ટર્સ અને ડિરેકર્ટર્સની શાનદાર પહેલ એ પણ હતી કે, તેમણે ઈન્ટીમેટ સીનને મસાલા માટે નહીં પરંતુ સ્ક્રિપ્ટ અને પાત્રોની ડિમાન્ડ પર જોડ્યા છે.

કેમ જોવી?
મેકર્સે દેખાડ્યું છે કે, કેવી રીતે મોંઘા કપડા, મોટા બંગલો અને સંપત્તિ પાછળ પણ એક પીડા છુપાયેલી હોય છે. જ્યાં વાત થાય છે સંબંધોના રાજકારણની. દેખાડાની સાથે-સાથે સમાજની રૂઢિચુસ્ત વિચારસરણી સરળ રીતે દેખાડવામાં આવી છે. ‘મેડ ઈન હેવન 2’ને એક નાના એપિસોડ તરીકે દેખાડવામાં આવે તો, તે મજબૂતી વધારે નિખાર સાથે સામે આવે છે. જો કે, કોન્સેપ્ટ અને કામની આગળ આ નાની તકલીફ છે. બાકી તો ‘મેડ ઈન હેવન 2’ જોવા જેવી છે.

Read latest Entertainment News and Gujarati News

RELATED ARTICLES

મૂવી રિવ્યૂ: 3 એક્કા

ગુજરાતી ફિલ્મ 3 એક્કા હાલમાં જ થિયેટરમાં રિલીઝ થઈ છે. મલ્હાર ઠાકર, યશ સોની અને મિત્ર ગઢવીની ત્રિપુટી ફરી એકવાર સાથે આવી છે. 'છેલ્લો...

મૂવી રિવ્યૂ: ડ્રીમ ગર્લ 2

એક્ટર: આયુષ્માન ખુરાના, પરેશ રાવલ, અનન્યા પાંડે, વિજય રાઝ, રાજપાલ યાદવ, અસરાનીડાયરેક્ટર: રાજ શાંડિલ્યશ્રેણી: હિન્દી, ડ્રામા, કોમેડી, રોમાન્સસમય: 2 કલાક 13 મિનિટરેટિંગ: 2.5/5આયુષ્માન ખુરાના...

મૂવી રિવ્યૂ: ઘૂમર

એક્ટર: સૈયામી ખેર, અભિષેક બચ્ચન, શબાના આઝમી, અંગદડાયરેક્ટર: આર. બાલ્કિશ્રેણી: હિન્દી, ડ્રામા, સ્પોર્ટસમય: 2 કલાક 15 મિનિટરિવ્યૂ: 3.5/5'જિંદગી લોજિક કા ખેલ નહીં, મેજિક કા...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Cauvery Water Dispute: Congress’ DK Shivakumar Misleading People, Says Basavaraj Bommai

<!-- -->Former Karnataka CM Basavaraj Bommai said that Cauvery water should be saved for Bangalore.Bengaluru: Former chief minister Basavaraj Bommai accused Deputy Chief Minister...

Cricket World Cup 2023 Warm-Ups: England, New Zealand Win Rain-Affected Games | Cricket News

England beat Bangladesh in the Cricket World Cup 2023 warm-up match© AFPGuwahati/Thiruvananthapuram:England beat Bangladesh by four wickets while New Zealand disposed of the South...

रुपाली गांगुली के रिश्तेदार की कहानी है ‘अनुपमा’, बोलीं- मैं भी बचपन में पाखी की ही तरह…

ऐप पर पढ़ें'अनुपमा' टीवी का सबसे पॉपुलर शो है। यह शो हर हफ्ते टीआरपी की लिस्ट में टॉप 5 में अपनी जगह बनाता है।...

CID stars Shivaji Satam, Daya, Anup Soni reunite on sets, fans demand new episode

Actor Shivaji Satam, who essayed the iconic character of ACP Pradyuman in the famous crime show CID, reunited with Dayanand Shetty...

Recent Comments