Home Latest Stories મોટાં સપના લઈને મુંબઈ આવેલી 23 વર્ષીય એરહોસ્ટેસની હત્યા, કચરો વીણનારાની પોલીસે...

મોટાં સપના લઈને મુંબઈ આવેલી 23 વર્ષીય એરહોસ્ટેસની હત્યા, કચરો વીણનારાની પોલીસે કરી ધરપકડ

મુંબઈ/રાયપુર: નાના શહેરોમાંથી મુંબઈ જેવા મોટા શહેરોમાં આવીને ઊંચે ઉડવાના સપના જોતી યુવતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. રાયપુરની મૂળ વતની અને મુંબઈમાં રહેતી 23 વર્ષીય ફ્લાઈટ અટેન્ડન્ટની હત્યા થઈ છે. અંધેરી (ઈસ્ટ)ના મરોલમાં પોતાની કઝિન સાથે 1BHK ફ્લેટમાં રહેતી 23 વર્ષીય યુવતીનો મૃતદેહ રવિવારે રાત્રે મળી આવ્યો હતો. તેની હત્યાના આરોપમાં સોમવારે બિલ્ડિંગમાં કચરો વીણવા આવતા શખ્સની ધરપકડ કરવામાં આવી છે. યુવતી સાથે શારીરિક સંબંધ બાંધવાના હેતુસર હત્યા કરવામાં આવી કે કેમ તે અંગે પોલીસે ચોક્કસ ખુલાસો કર્યો નથી. હાલ તો ફોરેન્સિક એક્સપર્ટ્સે વધુ તપાસ માટે યુવતીના વિસરાના સેમ્પલ લીધા છે.

23 વર્ષીય રૂપલ ઓગ્રેના હાલચાલ પૂછવા માટે તેની કઝિનના ફ્રેન્ડ્સમાંથી એક ત્રીજા માળે આવેલા તેના ફ્લેટ પર રાત્રે 10 વાગ્યાની આસપાસ પહોંચ્યો હતો. ઘણાં બેલ વગાડ્યા પછી પણ રૂપલે દરવાજો ના ખોલતાં તે ચાવી બનાવવાવાળાને બોલાવી આવ્યો અને તાળું ખોલાવ્યું હતું. દરવાજો ખોલતાં જ ભયાનક દ્રશ્ય જોવા મળ્યું હતું. અર્ધનગ્ન હાલતમાં રૂપલનો મૃતદેહ બાથરૂમમાં પડ્યો હતો. તેના ગળાના ભાગ પર બે ઊંડા ઘા હતા. જે બાદ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. મરોલ-મિલિટ્રી રોડ પર આવેલી એનજી કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં આવેલા ફ્લેટમાંથી જ રૂપલનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે ઘટનાના 12 કલાકની અંદર પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો.

પોલીસે બિલ્ડિંગના સાફ-સફાઈ કર્મચારીઓ અને સિક્યુરિટી ગાર્ડ સહિત 45થી વધુ લોકોની પૂછપરછ કરી હતી. જે બાદ પવઈ પોલીસે કચરો વીણનારા 35 વર્ષીય વિક્રમ અઠવાલની ધરપકડ કરી હતી. પોલીસને શંકા છે કે, વિક્રમે રૂપલ સાથે જબરદસ્તી કરવાની કોશિશ કરી હશે અને તેણે પ્રતિકાર કરતાં વિક્રમે તેની હત્યા કરી નાખી. પોલીસના કહેવા પ્રમાણે, રવિવારે સવારે 11.30 કલાકથી 12ની આસપાસ રૂપલની હત્યા કરવામાં આવી હતી. હાલ તો પોલીસે ઈન્ડિયન પીનલ કોડની કલમ 307 અંતર્ગત વિક્રમ અઠવાલ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે અને કથિત રીતે તેણે હત્યા માટે વાપરેલા ચપ્પુને શોધી રહી છે.

રૂપલની હત્યાની તપાસ કરી રહેલી પોલીસે નોંધ્યું કે, કચરો વીણનારા વિક્રમના ગળા અને હાથ ઉપર ઈજાના તાજા નિશાન છે. સીસીટીવી કેમેરામાં પણ તે યુનિફોર્મમાં નહીં પરંતુ બીજા કપડામાં બિલ્ડિંગની બહાર જતો કેદ થયો હતો. જેથી પોલીસનો તેના પરનો શક મજબૂત થયો હતો અને તેને પકડી પાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, હત્યા પહેલા રૂપલે રાયપુરમાં રહેતા તેના ફ્રેન્ડ્સ સાથે વાત કરી હતી. પીડિત રૂપલ માઓવાદીઓનો સામનો કરી ચૂકેલા અને નક્સલ વિરોધી ઓપરેશનોમાં સંકળાયેલા એક સિનિયર પોલીસ અધિકારીની સંબંધી થાય છે.

હત્યારા વિક્રમ અઠવાલની વાત કરીએ તો, તેણે રવિવારે સવારે 11.30 કલાકની આસપાસ રૂપલના ફ્લેટમાં ઘૂસીને તેની હત્યા કરી હોવાની વાત કબૂલી છે. પવઈ પોલીસના એક ઓફિસરે જણાવ્યું, “વિક્રમે કહ્યું કે, ફ્લેટની સાફ-સફાઈ કરવા તે અંદર ગયો હતો. બપોરની આસપાસ તે ત્યાંથી નીકળી ગયો હતો પરંતુ એ પછી હે કલાક સુધી બિલ્ડિંગની બહાર ના નીકળ્યો. હત્યા કર્યા પછી તેણે પોતાના યુનિફોર્મ પર લાગેલા લોહીના ડાઘ ધોયા, કપડા બદલ્યા અને બપોરે 1.30 કલાકની આસપાસ બિલ્ડિંગમાંથી નીકળ્યો. જે બાદ તે સીધો પવઈમાં આવેલા તેના ગામ તુંગ જવા રવાના થયો હતો. સોમવારે તે કામ ઉપર પાછો ફર્યો ત્યારે પોલીસે તેને દબોચી લીધો હતો.”

રૂપલ વિશે વાત કરીએ તો, તે માર્ચ મહિનામાં એક ખાનગી એરલાઈનમાં ફ્લાઈટ અટેન્ડન્ટ તરીકે જોડાઈ હતી. છેલ્લા ત્રણ મહિનાથી તે પોતાની કઝિન ઐશ્વર્યા સાથે મરોલમાં ફ્લેટ ભાડે લઈને રહેતી હતી. ઐશ્વર્યા અઠવાડિયા પહેલા રાયપુરમાં આવેલા પોતાના ઘરે ગઈ હતી. “રવિવારે બપોરે દોઢ કલાકે રૂપલે ફોન ના ઉપાડતાં ઐશ્વર્યા અને રૂપલના પિતાને શંકા ગઈ. આખો દિવસ રાહ જોયા બાદ રાત્રે 9 વાગ્યે રૂપલે એક કોમન ફ્રેન્ડને ફોન કર્યો અને રૂપલના હાલચાલ જાણવાનું કહ્યું. આ ફ્રેન્ડ રૂપલના ફ્લેટ ઉપર પહોંચ્યો ત્યારે સમગ્ર ઘટના પ્રકાશમાં આવી”, તેમ પોલીસે ઉમેર્યું.

ઝોન એક્સના ડીસીપી દત્તા નલાવડેએ સિનિયર ઈન્સ્પેક્ટર સુપ્રિયા પાટીલ, ઈન્સ્પેક્ટર પ્રકાશ કાંબલે અને ગણેશ પાટીલ, આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટર વિનોદ લાડ, સબ-ઈન્સ્પેક્ટર વિજય પાટીલ સહિતના પોલીસકર્મીઓની આઠ ટીમ બનાવી હતી. જેમણે બિલ્ડિંગના સીસીટીવી ફૂટેજ તપાસ્યા અને બિલ્ડિંગમાં આવતા-જતા લોકોનું લિસ્ટ ચેક કર્યું હતું. “રવિવારે સવારે 10 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી બિલ્ડિંગમાં આવેલા 35 લોકોની પોલીસે પૂછપરછ કરી હતી પરંતુ તેમાંથી કોઈ શકમંદ લાગ્યું નહીં. જેથી અમે બિલ્ડિંગના સિક્યોરિટી ગાર્ડ અને સાફ-સફાઈ કર્મીઓની પૂછપરછ કરવાનું નક્કી કર્યું. ટેક્નિકલ સપોર્ટની મદદથી અમે વિક્રમ આઠવલેને ઝડપી પાડ્યો”, તેમ દત્તા નલાવડેએ જણાવ્યું.

સીસીટીવી ફૂટેજમાં દેખાયું કે, રવિવારે સવારે વિક્રમ યુનિફોર્મ પહેરીને કામે આવ્યો હતો અને બપોરે બિલ્ડિંગમાંથી નીકળ્યો ત્યારે બીજા કપડા પહેર્યા હતા. “ઓછામાં ઓછા 40 લોકોની પૂછપરછ કર્યા પછી શંકાની સોય વિક્રમ પર આવીને અટકી. તેના ગળા અને હાથ ઉપર ઈજાના તાજા નિશાન જોયા પછી અમારી શંકા ખાતરીમાં ફેરવાઈ ગઈ. તેણે કપડા બદલ્યા પછી બિલ્ડિંગ છોડી હોવાની વાત સ્વીકારી હતી”, તેમ પોલીસે વધુમાં જણાવ્યું.

બિલ્ડિંગના એક સિક્યોરિટી ગાર્ડે અમારા સાથી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે, “સોમવારે વિક્રમ કામે આવ્યો ત્યારે તેનું વર્તન સામાન્ય હતું. તે છેલ્લા છ મહિનાથી આ બિલ્ડિંગમાં કામ કરતો હતો.” જોકે, વિક્રમ રીઢો ગુનેગાર નથી તેમ પોલીસનું કહેવું છે. ડીસીપી નલાવડેએ કહ્યું, “હત્યા પાછળનો ઉદ્દેશ હજી સુધી સ્પષ્ટ નથી થયો. આરોપી અગાઉ કોઈ ગુનામાં સંડોવાયેલો નથી. તે પરણેલો છે અને તેના બે સંતાનો છે. તેની પત્ની આ જ બિલ્ડિંગમાં ઘરકામ કરે છે.”

સોમવારે રૂપલના માતાપિતા અને કઝિન ઐશ્વર્યા મુંબઈ આવી પહોંચ્યા હતા. ઘાટકોપર (વેસ્ટ)માં આવેલી રાજાવાડી હોસ્પિટલમાં રૂપલનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. એ દરમિયાન તેનો પરિવાર હાજર હતો. રાયપુર પોલીસના કહેવા પ્રમાણે, રૂપલ ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર અને આશાસ્પદ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર હતી. છ મહિના અગાઉ તે એરલાઈનમાં જોડાવા માટે મુંબઈ આવી હતી.

RELATED ARTICLES

Cauvery Water Dispute: Congress’ DK Shivakumar Misleading People, Says Basavaraj Bommai

<!-- -->Former Karnataka CM Basavaraj Bommai said that Cauvery water should be saved for Bangalore.Bengaluru: Former chief minister Basavaraj Bommai accused Deputy Chief Minister...

“Hard To Put A Limit”: S Jaishankar On India-US Relationship

<!-- -->S Jaishanakr said India and the US have a "very compelling need" to work together.New Delhi: External Affairs Minister S Jaishankar said today...

‘Ramesh Bidhuri Used Inappropriate Language Against You’: Danish Ali To PM

<!-- -->Kunwar Danish Ali is the Bahujan Samaj Party MP from Uttar Pradesh's Amroha (File).New Delhi: Bahujan Samaj Party MP Kunwar Danish Ali -...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Cauvery Water Dispute: Congress’ DK Shivakumar Misleading People, Says Basavaraj Bommai

<!-- -->Former Karnataka CM Basavaraj Bommai said that Cauvery water should be saved for Bangalore.Bengaluru: Former chief minister Basavaraj Bommai accused Deputy Chief Minister...

Cricket World Cup 2023 Warm-Ups: England, New Zealand Win Rain-Affected Games | Cricket News

England beat Bangladesh in the Cricket World Cup 2023 warm-up match© AFPGuwahati/Thiruvananthapuram:England beat Bangladesh by four wickets while New Zealand disposed of the South...

रुपाली गांगुली के रिश्तेदार की कहानी है ‘अनुपमा’, बोलीं- मैं भी बचपन में पाखी की ही तरह…

ऐप पर पढ़ें'अनुपमा' टीवी का सबसे पॉपुलर शो है। यह शो हर हफ्ते टीआरपी की लिस्ट में टॉप 5 में अपनी जगह बनाता है।...

CID stars Shivaji Satam, Daya, Anup Soni reunite on sets, fans demand new episode

Actor Shivaji Satam, who essayed the iconic character of ACP Pradyuman in the famous crime show CID, reunited with Dayanand Shetty...

Recent Comments