Home Movie Review મૂવી રિવ્યૂ: તરલા

મૂવી રિવ્યૂ: તરલા

એક્ટર: હુમા કુરેશી, શારિબ હાશમી, ભારતી અચરેકર, ભાવના સોમૈયા
ડાયરેક્ટર: પીયૂષ ગુપ્તા
શ્રેણી: હિન્દી, બાયોપિક, ડ્રામા
સમય: 2 કલાક 7 મિનિટ
રેટિંગ: 3.5/5

‘બેટા પહેલા લગ્ન કરી લે પછી જે કરવું હોય તે કરજે’. આપણા સમાજમાં હંમેશાથી દીકરીઓને આ રીતે જ સપના દેખાડવામાં આવે છે. જાણીતાં શેફ અને કૂકબુક રાઈટર તરલા દલાલે પણ આજથી લગભગ પાંચ દશકા પહેલા કંઈક કરી બતાવવાનું સપનું સેવ્યું હતું. આ સંઘર્ષમાં તેમને પતિનો સાથ મળ્યો હતો. ફિલ્મમાં એક ડાયલોગ પણ છે જેમાં તરલાના પતિનો બોસ તેને રહે છે કે, “કહેવાય છે કે, દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે પરંતુ સફળ થવા માટે સ્ત્રીઓને પુરુષોના ખભા નથી મળતા.”

વાર્તા

ફિલ્મની વાર્તા સેલિબ્રિટી શેફ તરલા દલાલની જિંદગી પર આધારિત છે. તરલા યુવાન વયના હતા ત્યારથી જ કંઈક કરવા માગતા હતા. તેઓ કહેતા કે, ‘મારે કંઈક કરવું છે પરંતુ શું તે સમજાતું નથી’. તરલાએ લગ્ન વખતે પતિ પાસેથી વચન લીધું હતું કે, જ્યારે તેને સમજાઈ જશે કે તે શું કરવા માગે છે ત્યારે તેઓ તેને તે કરવા દેશે.લગ્ન પછી ગૃહસ્થ જિંદગી અને બાળકોને સંભાળવામાં તરલાના જીવનનો એક દશકો વીતી જાય છે. શરૂઆતથી ખાવાનું બનાવવામાં એક્સપર્ટ તરલાએ એકવાર પાડોશીની દીકરીને લગ્ન પહેલા સ્વાદિષ્ટ ભોજન બનાવવાનું શીખવ્યું. જે બાદ તો લગ્ન પહેલા રાંધવાનું શીખવા માગતી છોકરીઓની લાઈન લાગી ગઈ. પોતાની પાક કળાને લોકો સુધી પહોંચાડવા માટે તરલાએ કૂક બુક લખી અને જમવાનું શીખવવાના શોઝ પણ કર્યા. આ દરમિયાન કેટલીય મુશ્કેલીઓ પણ આવી પરંતુ તરલા હિંમત ના હારી. તેમનું પદ્મશ્રીથી પણ સન્માન થયું હતું.

Blind Movie Review: સોનમ કપૂરની ક્રાઈમ-થ્રિલર ‘બ્લાઈન્ડ’માં રોમાંચનો અભાવ

રિવ્યૂ

‘દંગલ’ અને ‘છિછોરે’ જેવી સુપરહિટ ફિલ્મોમાં નિતેશ તિવારીના સહાયક લેખક રહેલા પીયૂષ ગુપ્તાએ તરલા દલાલની જિંદગીને ખૂબસૂરતી સાથે પડદા પર ઉતારી છે સાથે જ તેમના સંઘર્ષોને પણ પ્રેરણાદાયક રીતે રજૂ કર્યા છે. ફિલ્મમાં તરલાના આધારે તેમણે સ્ત્રી સશક્તિકરણનો ઉપદેશ પણ આપ્યો છે. ફિલ્મની વાર્તા અને સ્ક્રીનપ્લે તમને કંટાળવા નહીં દે. એકવાર ફિલ્મ જોવાનું શરૂ કરશો તો સીધા પાંચ દાયકા પહેલાના સમયમાં પહોંચી જશો. પીયૂષે તરલાની જિંદગીના 20થી50 વર્ષના સમયને મસાલેદાર રેસિપીની જેમ પીરસ્યા છે. તેમણે એવી એક વ્યક્તિની બાયોપિક બનાવવાનું બીડું ઝડપ્યું જે હાલ આ દુનિયામાં નથી રહ્યા અને તેમાં તેઓ સફળ રહ્યા છે.

એક્ટિંગ

વેબ સીરીઝ ‘મહારાની’માં પોતાની એક્ટિંગનો દમ દેખાડી ચૂકેલી હુમા કુરેશી ફિલ્મ નિર્માતાના ભરોસા પર ખરી ઉતરી છે. ફિલ્મમાં ઉત્તમ એક્ટિંગ કરીને તેણે સાબિત કરી દીધું છે કે, મહિલા પ્રધાન ફિલ્મો કરી શકતી અભિનેત્રીઓમાં તેનું નામ સામેલ કરી શકાય. શારિબ હાશમીએ પણ ફિલ્મમાં સારો અભિનય કર્યો છે. બાકીના કલાકારોએ પણ પોતાના પાત્ર સાથે ન્યાય કર્યો છે.

Kareena Kapoor: ઈટાલીમાં પરિવાર સાથે હોલિડે પર કરીના કપૂર, વિદેશ ફ્રેન્ડ્સ સાથે બીચ પર લીધું લંચ

કેમ જોવી?

જો તમે આ વીકએન્ડ પર કોઈ પ્રેરણાદાયક અને સુંદર ફિલ્મ જોવા માગતા હો તો આખા પરિવાર સાથે ઘરે બેસીને ઓટીટી પર ‘તરલા’ જોઈ શકો છો.

RELATED ARTICLES

મૂવી રિવ્યૂ: 3 એક્કા

ગુજરાતી ફિલ્મ 3 એક્કા હાલમાં જ થિયેટરમાં રિલીઝ થઈ છે. મલ્હાર ઠાકર, યશ સોની અને મિત્ર ગઢવીની ત્રિપુટી ફરી એકવાર સાથે આવી છે. 'છેલ્લો...

મૂવી રિવ્યૂ: ડ્રીમ ગર્લ 2

એક્ટર: આયુષ્માન ખુરાના, પરેશ રાવલ, અનન્યા પાંડે, વિજય રાઝ, રાજપાલ યાદવ, અસરાનીડાયરેક્ટર: રાજ શાંડિલ્યશ્રેણી: હિન્દી, ડ્રામા, કોમેડી, રોમાન્સસમય: 2 કલાક 13 મિનિટરેટિંગ: 2.5/5આયુષ્માન ખુરાના...

મૂવી રિવ્યૂ: ઘૂમર

એક્ટર: સૈયામી ખેર, અભિષેક બચ્ચન, શબાના આઝમી, અંગદડાયરેક્ટર: આર. બાલ્કિશ્રેણી: હિન્દી, ડ્રામા, સ્પોર્ટસમય: 2 કલાક 15 મિનિટરિવ્યૂ: 3.5/5'જિંદગી લોજિક કા ખેલ નહીં, મેજિક કા...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Cauvery Water Dispute: Congress’ DK Shivakumar Misleading People, Says Basavaraj Bommai

<!-- -->Former Karnataka CM Basavaraj Bommai said that Cauvery water should be saved for Bangalore.Bengaluru: Former chief minister Basavaraj Bommai accused Deputy Chief Minister...

रुपाली गांगुली के रिश्तेदार की कहानी है ‘अनुपमा’, बोलीं- मैं भी बचपन में पाखी की ही तरह…

ऐप पर पढ़ें'अनुपमा' टीवी का सबसे पॉपुलर शो है। यह शो हर हफ्ते टीआरपी की लिस्ट में टॉप 5 में अपनी जगह बनाता है।...

CID stars Shivaji Satam, Daya, Anup Soni reunite on sets, fans demand new episode

Actor Shivaji Satam, who essayed the iconic character of ACP Pradyuman in the famous crime show CID, reunited with Dayanand Shetty...

Asian Games: Amlan Borgohain Reaches Semi-final In 200m; Jyothi Yarraji Fails To Qualify | Athletics News

The top three players in each heat and the next four fastest players make it to the semis.© X (Twitter)Indian athlete Jyothi Yarraji failed...

Recent Comments