Home Latest Stories 'તમે રશિયાના ટેકેદાર છો, અમારો દેશ છોડીને જતા રહો': યુક્રેનમાં ભારતીયો વિરુદ્ધ...

‘તમે રશિયાના ટેકેદાર છો, અમારો દેશ છોડીને જતા રહો’: યુક્રેનમાં ભારતીયો વિરુદ્ધ નફરતનો માહોલ

Indians in Ukraine: રશિયાએ બે વર્ષ અગાઉ યુક્રેન પર હુમલો કર્યો તેના કારણે હજારો ભારતીયો જીવ બચાવવા માટે યુક્રેન છોડીને સહીસલામત ભારત આવી ગયા હતા. પરંતુ ત્યાં રહી ગયેલા અથવા તાજેતરમાં પાછા યુક્રેન ગયેલા ભારતીયોની હાલત ખરાબ છે. યુક્રેનમાં કેટલાક સમયથી ભારતીય વિરોધી માહોલ પેદા થયો છે કારણ કે ભારતે આ યુદ્ધમાં રશિયાની ટીકા કરવાનું ટાળ્યું છે. સ્થાનિક લોકોમાં ભારતીયો વિરુદ્ધ નારાજગી છે અને ભારતીયોને દેશ છોડી જવા જણાવી રહ્યા છે.

“અમારો દેશ છોડીને ભારત જતા રહો”, આવી વાતે ઘણા ભારતીયોને યુક્રેનમાં સાંભળવી પડે છે. ખાસ કરીને યુક્રેનમાં જે ભારતીય વિદ્યાર્થીઓ મેડિકલનો અભ્યાસ પૂરો કરવા માટે રોકાઈ ગયા છે તેમના માટે પરિસ્થિતિ ટફ છે. યુક્રેનના લોકોમાં સામાન્ય મત એવો છે કે ભારતીયો રશિયાના ટેકેદાર છે. યુક્રેન તાજેતરમાં રશિયા સામે આક્રમક રીતે લડત આપી રહ્યું છે તેમાં ભારતીયો માટે પ્રતિકુળ સ્થિતિ બની છે.

લેટેસ્ટ અહેવાલ પ્રમાણે ઘણા ભારતીય વિદ્યાર્થીઓને સ્થાનિક લોકોએ દેશ છોડી જવા જણાવ્યું છે. જે ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનમાં અભ્યાસ કરી રહ્યા છે તેમને બીજા કોઈ વૈકલ્પિક દેશની યુનિવર્સિટીમાં પ્રવેશ આપવા માટે માંગણી કરવામાં આવી છે. પરંતુ તેનો કોઈ ઉકેલ મળ્યો નથી.

2022માં યુક્રેન પર રશિયાનું આક્રમણ શરુ થયું ત્યાર પછી લગભગ 18,000 જેટલા વિદ્યાર્થીઓને સહીસલામત પરત લાવવામાં આવ્યા હતા. ઘણા વિદ્યાર્થીઓને આશા હતી કે તેમને ભારતની યુનિવર્સિટીઓમાં સમાવી લેવાશે અથવા વિદેશની કોઈ બીજી મેડિકલ ઈન્સ્ટિટ્યૂટમાં એડમિશન મળી જશે. જોકે, સરકારે એવી કોઈ સગવડ આપી ન હતી, તેના કારણે લગભગ 3400થી વધારે ભારતીય મેડિકલ સ્ટુડન્ટ્સ ફરીથી યુક્રેન જતા રહ્યા હતા. યુક્રેનમાં મેડિકલના કોર્સ માટે તેમણે લાખો રૂપિયાનો ખર્ચ કર્યો હતો અને તેઓ તેને વેડફવા માંગતા ન હતા.

નેશનલ મેડિકલ કાઉન્સિલની ગાઈડલાઈન પ્રમાણે ડિસેમ્બર 2021 પછી જે વિદ્યાર્થીઓ વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરતા હશે તેઓ કોઈ પણ બીજી યુનિવર્સિટીમાં ટ્રાન્સફર નહીં થઈ શકે. તેના કારણે ભારતીય વિદ્યાર્થીઓ માટે કોઈ વિકલ્પ રહ્યો ન હતો. મધ્યપ્રદેશના એક વિદ્યાર્થીએ કહ્યું કે હું યુક્રેન પરત આવ્યો ન હોત તો મારી બધી મહેનત પાણીમાં જાત. તેથી હું જોખમ લઈને પણ અહીં આવ્યો છું.

આ દરમિયાન સ્થાનિક સેન્ટીમેન્ટ ભારત વિરોધી બનતું જાય છે. યુક્રેનના લોકો કહે છે કે ભારતીયો રશિયાના સારા મિત્ર છે તેથી તેમણે યુક્રેન છોડી દેવું જોઈએ. આ ઉપરાંત યુક્રેનમાં રહેવાની કંડિશન પણ મુશ્કેલ બનતી જાય છે. તેમને સમુદાયમાં અલગ પાડી દેવામાં આવે છે અને સુવિધાઓથી વંચિત રાખવામાં આવે છે. કેટલીક વખત યુક્રેનના દુકાનદારો ભારતીયોને જરૂરી ચીજવસ્તુઓ વેચવાની ના પાડી દે છે. હોસ્ટેલમાં પણ ભારતીય સ્ટુડન્ટ્સ સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવતો હોવાની ફરિયાદ છે. કેટલીક જગ્યાએ ભારતીયોને વીજળી અને પાણીની સુવિધા બંધ કરી દેવામાં આવી છે. તેઓ બીજા દેશની યુનિવર્સિટીમાં ટ્રાન્સફર કરવાની માંગણી કરે છે પરંતુ તેના પર ધ્યાન આપવામાં આવતું નથી. એક ભારતીય વિદ્યાર્થીએ જણાવ્યું કે અમે સતત ભય હેઠળ જીવીએ છીએ. સરકારે અમને બીજા દેશમાં ભણવા માટે મદદ કરવી જોઈએ.

RELATED ARTICLES

Cauvery Water Dispute: Congress’ DK Shivakumar Misleading People, Says Basavaraj Bommai

<!-- -->Former Karnataka CM Basavaraj Bommai said that Cauvery water should be saved for Bangalore.Bengaluru: Former chief minister Basavaraj Bommai accused Deputy Chief Minister...

“Hard To Put A Limit”: S Jaishankar On India-US Relationship

<!-- -->S Jaishanakr said India and the US have a "very compelling need" to work together.New Delhi: External Affairs Minister S Jaishankar said today...

‘Ramesh Bidhuri Used Inappropriate Language Against You’: Danish Ali To PM

<!-- -->Kunwar Danish Ali is the Bahujan Samaj Party MP from Uttar Pradesh's Amroha (File).New Delhi: Bahujan Samaj Party MP Kunwar Danish Ali -...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Cauvery Water Dispute: Congress’ DK Shivakumar Misleading People, Says Basavaraj Bommai

<!-- -->Former Karnataka CM Basavaraj Bommai said that Cauvery water should be saved for Bangalore.Bengaluru: Former chief minister Basavaraj Bommai accused Deputy Chief Minister...

Cricket World Cup 2023 Warm-Ups: England, New Zealand Win Rain-Affected Games | Cricket News

England beat Bangladesh in the Cricket World Cup 2023 warm-up match© AFPGuwahati/Thiruvananthapuram:England beat Bangladesh by four wickets while New Zealand disposed of the South...

रुपाली गांगुली के रिश्तेदार की कहानी है ‘अनुपमा’, बोलीं- मैं भी बचपन में पाखी की ही तरह…

ऐप पर पढ़ें'अनुपमा' टीवी का सबसे पॉपुलर शो है। यह शो हर हफ्ते टीआरपी की लिस्ट में टॉप 5 में अपनी जगह बनाता है।...

CID stars Shivaji Satam, Daya, Anup Soni reunite on sets, fans demand new episode

Actor Shivaji Satam, who essayed the iconic character of ACP Pradyuman in the famous crime show CID, reunited with Dayanand Shetty...

Recent Comments